Chronology: Event Detail Page

You are here

ગુજરાતી


      દક્ષિણ આફ્રિકા
ક્રમ  વર્ષ  માસ  સ્થળ  કારણ
૧૯૧૨ જૂન ૧૬થી નવેમ્બર ૨૦ જોહાનિસબર્ગ /  ડરબન એકટાણું
૧૯૧૩ જૂન ૨૭ થી ૨૯ ડરબન /
 ગાડીમાં
એકટાણું - ફિનિક્સ આશ્રમની શાળામાં ભણતાં બાળકો અને એક શિક્ષિકાની ગેર વર્તણુંકને કારણે  
  જુલાઈ ૧૨ થી નવેમ્બર ૧૧  જોહાનિસબર્ગ / ડરબન-
ફિનિક્સ આશ્રમ
એકટાણું - ફિનિક્સ આશ્રમમાં રહેતા એક પુરુષ તરફથી, આશ્રમની એક સ્ત્રી સાથેના અનૈતિક સંબંધની, કબૂલાત કરતો પત્ર મળ્યો. 
૧૯૧૩ નવેમ્બર ૧૨ થી ૩૧ જેલમાં એકટાણું - ત્રણ પાઉન્ડનો કર નીકળી ન જાય ત્યાં સુધી એકટાણું ચાલુ રાખવા નિર્ણય.
  ૧૯૧૪ જાન્યુઆરી થી મે ૧   એકટાણું - ઉપરના સંદર્ભે.
૧૯૧૪ મે ૨ થી જૂન ૨૬ ડરબન / કેપટાઉન ઉપવાસ - એક ફિનિક્સ આશ્રમવાસીના વ્રતભંગના કારણે 

નોંધ: હિંદીઓની મુશ્કેલીઓ દૂર કરનારો ખરડો (ઇન્ડિયન રિલીફ બિલ) તા. ૨૬-૬-૧૯૧૪ના રોજ ધારાસભામાં પસાર થયો. 
      ભારત           ભારત 
૧૯૧૫ જૂન  અમદાવાદ આશ્રમમાં રહેતાં છોકરાઓમાં રહેલી જૂઠના કારણે. 
૧૯૧૫ સપ્ટેમ્બર ૧૧ અમદાવાદ આશ્રમમાં હરિજન પરિવારને દાખલ કરવાના કારણે કેટલાક આશ્રમવાસીઓએ ઉપવાસ કર્યો. ગાંધીજીએ પણ ન ખાધું.
 
૧૯૧૫ સપ્ટેમ્બર ૧૨ અમદાવાદ એક આશ્રમાવાસીએ બીડી પીધી તેથી. 
૧૯૧૬ મે અથવા જૂન ૧૨ અમદાવાદ ત્રણ દિવસ. મણિલાલે હરિલાલને ગાંધીજીની જાણ બહાર મદદ તરીકે થોડા પૈસા મોકલ્યા તેથી. 
૧૯૧૮ માર્ચ ૧૫થી ૧૭  અમદાવાદ અમદાવાદના મિલ-મજુરોની ટેક જળવાઈ રહે તે માટે. 
૧૯૧૯ એપ્રિલ ૬* મુંબઈ સત્યાગ્રહની લડતનો પહેલો દિવસ. 
    * અને ત્યાર પછી દરેક
વર્ષની આ તારીખે 
 
૧૯૧૯ એપ્રિલ ૧૩ થી ૧૫ અમદાવાદ મુંબઈ, અમદાવાદ, વગેરે સ્થળોએ થયેલાં તોફાનોને કારણે. 
  અને ત્યાર પછી દરેક વર્ષના એપ્રિલની ૧૩મી તારીખે, જલિયાંવાલા બાગના હ્ત્યાકાંડના કારણે. 
૧૯૨૧ નવેમ્બર ૧૯થી ૨૧ મુંબઈ મુંબઈમાં થયેલાં તોફાનોને કારણે. 
નવેમ્બર    ૨૮*   અમદાવાદ મુંબઈના રમખાણથી વ્યગ્ર થઈને, જ્યાં સુધી સ્વરાજ ન મળે ત્યાં સુધી દર સોમવારે ચોવીસ કલાકનો ઉપવાસ કરવા કરેલો નિશ્ચયનો અમલ આજથી શરૂ કર્યો.
  *  અને ત્યાર પછી દર સોમવારે 
૧૦ ૧૯૨૨ ફેબ્રુઆરી ૧૨ થી ૧૬ બારડોલી ચૌરીચૌરાના હત્યાકાંડના કારણે. 
૧૧ ૧૯૨૪ સપ્ટેમ્બર ૧૭ થી ૩૦    
  ૧૯૨૪ ઓકટોબર ૧ થી ૭ દિલ્હી હિંદુ-મુસ્લિમ ઐક્ય માટે. 
૧૨ ૧૯૨૫ નવેમ્બર ૨૪ થી ૩૦ અમદાવાદ આશ્રમમાંનાં બાળકોમાં પેઠેલી મલીનતાના કારણે. 
૧૩ ૧૯૨૮  જૂન ૨૨ થી ૨૪ અમદાવાદ એક આશ્રમવાસીના નીતિ-દોષના કારણે. 
૧૪ ૧૯૩૨ સપ્ટેમ્બર ૨૦ થી ૨૫  યરવડા જેલ વિલાયતના વડા પ્રધાનના કોમી ચુકાદાની વિરુદ્ધમાં. 
૧૫ ૧૯૩૨ ડિસેમ્બર ૩ યરવડા જેલ સાથી કેદીને જેલમાં ભંગીકામ કરવા દેવા સરકારે ના પાડી તેની વિરુદ્ધ 
૧૬ ૧૯૩૩ મે ૮ થી ૨૮ પર્ણકુટી, પૂના આત્મશુદ્ધિ અર્થે. 
૧૭ ૧૯૩૩ ઓગસ્ટ ૧૬ થી ૨૨ યરવડા જેલ હરિજનસેવા અંગે મળેલી છૂટછાટો સરકારે બંધ કરી તેની વિરુદ્ધમાં.
૧૮ ૧૯૩૪ ઓગસ્ટ ૭ થી ૧૩ વર્ધા પંડિત લાલનાથ અને બીજા સનાતનીઓએ કરેલાં તોફાન વખતે થયેલી ધંધાલમાં પંડિતને વાગ્યું એના પ્રાયશ્ચિત રૂપે. 
૧૯ ૧૯૩૯ માર્ચ ૩ થી ૬ રાજકોટ રાજકોટના ઠાકોરસાહેબના વચન-ભંગના કારણે. 
૨૦ ૧૯૪૦ નવેમ્બર  ૧૨ થી ૧૩ સેવાગ્રામ સાથીએ ચોરી કરી છે એવો વહેમ પડવાથી. 
૨૧ ૧૯૪૧ એપ્રિલ ૨૫ થી ૨૭ સેવાગ્રામ બોતેર કલાકનો. મુંબઈ અમદાવાદમાં થયેલાં કોમી હુલ્લડના કારણે હશે. 
૨૨ ૧૯૪૧  જૂન    ૨૯ સેવાગ્રામ કોમી ઐક્ય માટે. 
૨૩ ૧૯૪૩ ફેબ્રુઆરી ૧૦ થી  ૨૮  આગાખાન મહેલ-
જેલ
'હિંદ છોડો' નાં ઠરાવ પછી, નેતાઓની ધરપકડોનાં તોફાનો અંગેની જવાબદારી કોંગ્રેસ ઉપર ઓઢાડવાના સરકારના પ્રચારની વિરુદ્ધમાં. 
  ૧૯૪૩ માર્ચ   ૧ થી ૨
૨૪ ૧૯૪૪ નવેમ્બર ૩૦  ? સેવાગ્રામ એક અગર વધુ ઉપવાસ કર્યા હશે અગર કરવા ધાર્યું હશે. કારણ મળ્યું નથી. 
૨૫ ૧૯૪૬ ઓકટોબર ૨૦ના અરસામાં દિલ્હી આશરે ચાર દિવસ. મુસ્લિમ લીગ સાથેના પત્ર વ્યવહારમાં પોતે લખેલા એક પત્રની પાકી નકલ ઉતારવામાં, ઉતારનારની થયેલી ભૂલના કારણે હશે. 
૨૬ ૧૯૪૭ ઓગસ્ટ  ૧૫ કલકત્તા હિંદના બંને મુલકોના કલ્યાણ અર્થે ઉપવાસ. 
૨૭ ૧૯૪૭ સપ્ટેમ્બર ૧ થી ૩ કલકત્તા કોમી રમખાણોને કારણે. 
૨૮ ૧૯૪૭ ઓકટોબર ૧૧ દિલ્હી વિક્રમ સંવત મુજબની જન્મતિથીનો ઉપવાસ
૨૯ ૧૯૪૮ જાન્યુઆરી ૧૩ થી ૧૭ દિલ્હી કોમી રમખાણોને કારણે. 
         
  નોંધ: ગાંધીજીએ અનેક વખત ઉપવાસ કર્યા હતા. એની મુદત ચોવીસ કલાકથી માંડીને એકવીસ દિવસની હતી અને કોઈક તો અમુક શરત ન પળાય તો આમરણાંત હતા. સંભવ છે કે બધા ઉપવાસ વિષે જાહેરાત ન પણ થઈ હોય. તેથી, જેટલાની માહિતી મળી શકી છે તેટલા વિશે નોંધ લેવામાં આવી છે. ઉપવાસની મુદતમાં શરૂઆતનો દિવસ ગણ્યો છે અને અંતનો ગણ્યો નથી.

 

GoUp