Хронология: Страница с детальной информацией о событии

You are here

ગુજરાતી


તારીખ  વર્ષ  વિગત 
૨ ઓક્ટોબર ૧૮૬૯ પોરબંદરમાં જન્મ. 
  ૧૮૮૨ ૧૩ વર્ષની ઉંમરે કસ્તૂરબાઈ સાથે લગ્ન.
જૂન  ૧૮૮૮ પહેલા પુત્ર હરિલાલનો જન્મ.
૨૯ સપ્ટેમ્બર  ૧૮૮૮ સાઉધેમ્પટન (ઈંગ્લન્ડ) પહોંચ્યા.
૬ નવેમ્બર  ૧૮૮૮ 'ઇનર ટેમ્પલ' માં દાખલ થયા.
૨૭ મે  ૧૮૯૧ બેરિસ્ટરની યાદીમાં નામ.
૨૮ ઓક્ટોબર  ૧૮૯૨ બીજા પુત્ર મણિલાલનો જન્મ.
૨૫ મે  ૧૮૯૩ ડરબન (નાતાલ) પહોંચ્યા.
૨૬ મે  ૧૮૯૩ પાઘડી ઉતારવાને બદલે અદાલત છોડી ગયા (ડરબન).
૩૧ મે  ૧૮૯૩ રાત્રે પીટરમેરિત્સબર્ગ સ્ટેશને ગાડીમાંથી ધક્કો મારીને ઉતારી દેવાયા
  ૧૮૯૩ ટોલ્સટોયના પુસ્તક 'ધ કિંગડમ ઑવ ગોડ ઈઝ વિધિન યુ' નું વાંચન
૨૨ ઓગસ્ટ  ૧૮૯૪ નાતાલ ઇન્ડીયન કોંગ્રેસની સ્થાપના 
૯ જુલાઈ  ૧૮૯૬ રાજકોટમાં 'ધ ગ્રીન પેમ્ફલેટ' પુસ્તિકાનો પ્રારંભ.
૧૬ નવેમ્બર  ૧૮૯૬ રામકૃષ્ણ ભાંડારકરના પ્રમુખપદે પુણેમાં મળેલી સભામાં ભાષણ.
૪ મે ૧૮૯૭ ત્રીજા પુત્ર રામદાસનો જન્મ.
૧૧ ઓક્ટોબર  ૧૮૯૯ બોઅર યુદ્ધ વેળા સારવાર ટુકડીની રચના.
૨૨ મે  ૧૯૦૦ છેલ્લા પુત્ર દેવદાસની પ્રસુતિ જાતે કરાવી.
૪ જુન  ૧૯૦૩ ઇન્ડીયન ઓપિનિયન' સાપ્તાહિકનો પહેલો અંક પ્રસિદ્ધ થયો.
ડિસેમ્બર  ૧૯૦૪ ફીનિક્સ આશ્રમની સ્થાપના.
૨૦ જુલાઈ  ૧૯૦૬ 'ફીનિક્સ' માં આજીવન બ્રહ્મચર્યવ્રત લીધું.
૧૧ સપ્ટેમ્બર  ૧૯૦૬ જોહાનીસબર્ગમાં ટ્રાન્સવાલના હિંદીઓની સભામાં ફરજીયાત નોંધણીના કાયદાને તાબે ન થવાની પ્રતિજ્ઞા લેવરાવી.
૧ ઓક્ટોબર ૧૯૦૬ જોહાનિસબર્ગથી હિન્દી પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ઇંગ્લંડ જવા રવાના.
૨૨ માર્ચ  ૧૯૦૭ સ્વાયત્ત બનેલા ટ્રાન્સવાલ સંસ્થાનની ધારાસભામાં ફરજીયાત ઓળખપત્રોનો કાયદો (એશિયાટીક રજિસ્ટ્રેશન એક્ટ) પસાર.
  ૧૯૦૮ ઓળખપત્રોના કાયદા વિરુદ્ધની લડત 'પેસીવ રીઝીસ્ટન્સ' માટે મગનલાલ ગાંધીએ સૂચવેલ 'સદાગ્રહ' સુધારીને 'સત્યાગ્રહ' નામ રાખ્યું.
૧૦ જાન્યુઆરી  ૧૯૦૮ ઓળખપત્ર ન કઢાવવા માટે ૨ માસની સાદી કેદ.
૩૦ જાન્યુઆરી  ૧૯૦૮ કાયદો રદ થાય તો સ્વેચ્છાએ ઓળખપત્રો કઢાવવાની ગૃહપ્રધાન સ્મટ્સ સાથે સમજૂતી.
૧૦ ફેબ્રુઆરી  ૧૯૦૮ ઓળખપત્ર કઢાવવા જતા પઠન અસીલ મીર આલમે કરેલો હુમલો.
૧૬ ઓગસ્ટ  ૧૯૦૮ સમજૂતીનો સ્મટ્સે કરેલો ભંગ અને ઓળખપત્રોની હોળી.
૧૪ ઓક્ટોબર  ૧૯૦૮ કાયદાનો ભંગ કરી ટ્રાન્સવાલમાં પ્રવેશ કરવા સારું સખત મજુરીની ૨ માસની સજા.
૨૩ જૂન  ૧૯૦૯ જોહાનિસબર્ગથી હિન્દી પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ઇંગ્લંડ જવા રવાના.
૧૩-૨૨ નવેમ્બર  ૧૯૦૯ ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા જતાં 'કિલ્ડોનન કેસલ' નામક જહાજ પર 'હિંદ સ્વરાજ' લખ્યું.
૧૧-૧૮ ડિસેમ્બર  ૧૯૦૯ 'હિંદ સ્વરાજ'ના ૨૦ પ્રકરણો 'ઇન્ડિયન ઓપિનિયન' માં પ્રસિદ્ધ.
માર્ચ   ૧૯૧૦ 'હિંદ સ્વરાજ' પર પ્રતિબંધ. તેના અનુવાદ 'ઇન્ડિયન હોમરુલ' ની નકલ ટોલ્સટોયને મોકલી.
જૂન  ૧૯૧૦ 'ટોલ્સટોય ફાર્મ' ની સ્થાપના; ગાય કે ભેંસનું દૂધ ન લેવાનું વ્રત; ફળાહારનો પ્રયોગ.
૨૨ ઓક્ટોબર  ૧૯૧૨ ગોપાળકૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકાની મુલાકાતે.
૨૨ સપ્ટેમ્બર ૧૯૧૩ સત્યાગ્રહની લડતમાં કસ્તૂરબા અને બીજાઓની ધરપકડ.
૨૩ સપ્ટેમ્બર ૧૯૧૩ ત્રણ માસનીસખત કેદની સજા.
૧૮ ડિસેમ્બર  ૧૯૧૩ ગાંધીજી અને બીજાઓની સજાની મુદત પૂરી થયા પહેલાં જેલમાંથી મુક્તિ.
૨૨ ડિસેમ્બર ૧૯૧૩ કસ્તૂરબાની જેલમાંથી મુક્તિ.
૨૬ જૂન  ૧૯૧૪ પંચની ભલામણો મુજબ, હિંદીઓની મુશ્કેલીઓ દૂર કરનારો ઇન્ડિયન રિલીફ બિલ (૧૯૧૪) પસાર.
૧૮ જુલાઈ  ૧૯૧૪ ગોખલેને મળવા લંડન ગયા અને 'ફીનિકસ' આશ્રમની મંડળી શાંતિનિકેતન ગઈ.
૧૭ ફેબ્રુઆરી  ૧૯૧૫ શાંતિનિકેતનની મુલાકાત.
૫ એપ્રિલ  ૧૯૧૫ હરદ્વારના કુંભમેળામાં ગયા. 
૨૦ મે  ૧૯૧૫ કોચરબ, અમદાવાદમાં 'સત્યાગ્રહ આશ્રમ'નો પ્રારંભ.
૨૬ જુન  ૧૯૧૫ 'કૈસરે હિંદ' નો ચાંદ મળ્યો.
૧૧ સપ્ટેમ્બર  ૧૯૧૫ અંત્યજ દૂદાભાઈ,  દાનીબહેન તથા લક્ષ્મીનો આશ્રમમાં પ્રવેશ.
૧૫ નવેમ્બર  ૧૯૧૫ ગુજરાત સભાના ઉપપ્રમુખ.
૬ ફેબ્રુઆરી  ૧૯૧૬ બનારસ હિંદુ યુનિવર્સીટીમાં ભાષણ.
૨૬ ડિસેમ્બર  ૧૯૧૬ કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં જવાહરલાલ નહેરુનો પ્રથમ પરિચય.
૧૦ એપ્રિલ  ૧૯૧૭ રાજકુમાર શુક્લ સાથે ચંપારણમાં નીલવરોના ત્રાસની તપાસ અર્થે પટના ગયા.
૧૮ એપ્રિલ  ૧૯૧૭ અદાલતમાં હુકમ ભંગ અંગે નિવેદન.
૧૭ જૂન  ૧૯૧૭ સાબરમતી આશ્રમની સ્થાપના.
૨૦ ઓક્ટોબર  ૧૯૧૭ ભરૂચમાં મળેલી બીજી ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ.
૩ નવેમ્બર  ૧૯૧૭ ગોધરામાં મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ.
૭ નવેમ્બર  ૧૯૧૭ મહાદેવ દેસાઈ ગાંધીજીના રહસ્યમંત્રી બન્યા.
૧૪ ફેબ્રુઆરી  ૧૯૧૮ મિલમાલિકો અને મજૂરો વચ્ચે સમાધાન સારું નીમાયેલા પંચના સભ્ય.
૧૫ માર્ચ  ૧૯૧૮ મજૂરોને મક્કમ રાખવા અનિશ્ચિત મુદતનો ઉપવાસ જાહેર કર્યો 
૧૮ માર્ચ  ૧૯૧૮ સમાધાન થતા પારણા કર્યા.
૨૨ માર્ચ  ૧૯૧૮ નડીઆદમાં ૫,૦૦૦ જેટલા ખેડૂતોની સભામાં મહેસુલ. મોફૂફી માટે સત્યાગ્રહની સલાહ.
૨૪ ફેબ્રુઆરી  ૧૯૧૯ અંગ્રેજ ન્યાયાધીશ રોલેટના અધ્યક્ષ પદે નિમાયેલી સમિતિએ તૈયાર કરેલા બે બિલોના વિરોધમાં 'સત્યાગ્રહ પ્રતિજ્ઞા' ઘડી.
૬ એપ્રિલ  ૧૯૧૯ આખા દેશમાં રોલેટ કાયદા વિરુદ્ધ સત્યાગ્રહના કાર્યક્રમનો આરંભ થયો.
૯ એપ્રિલ  ૧૯૧૯ પંજાબ સરકારના હુકમથી પલવલ સ્ટેશને ધરપકડ.
૧૩ એપ્રિલ   ૧૯૧૯ અમદાવાદમાં પ્રાયશ્ચિતરૂપે ત્રણ દિવસના ઉપવાસ. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ.
૭ સપ્ટેમ્બર  ૧૯૧૯ 'નવજીવન' સાપ્તાહિકનો પહેલો અંક પ્રસિદ્ધ.
૮ ઓક્ટોબર  ૧૯૧૯ 'યંગ ઇન્ડિયા' નો પહેલો અંક પ્રસિદ્ધ.
૧૫ નવેમ્બર  ૧૯૧૯ હન્ટર પંચનો બહિષ્કાર અને સ્વતંત્ર તપાસનો કોંગ્રેસનો નિર્ણય.
૨ ઓગસ્ટ  ૧૯૨૦ ત્રણ ચાંદ સરકારને પરત અને અસહકારનો આરંભ.
૧૮ ઓક્ટોબર  ૧૯૨૦ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના.
૨૪ ડિસેમ્બર  ૧૯૨૧ અમદાવાદમાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં અમુક શરતોએ સર્વસત્તાધીશ નિમાયા.
૨૯ જાન્યુઆરી  ૧૯૨૨ બારડોલી તાલુકા પરિષદમાં નાકર અને સવિનય કાનૂન ભંગની લડતનો ઠરાવ પસાર.
૪ ફેબ્રુઆરી  ૧૯૨૨ ચૌરીચૌરાની ઘટના 
૧૦ માર્ચ  ૧૯૨૨ ગાંધીજી સાથે શંકરલાલ બેંકરની પણ ધરપકડ.
૧૧ માર્ચ  ૧૯૨૨ ત્રણ લેખો અંગે રાજદ્રોહનો તહોમત.
૧૮ માર્ચ  ૧૯૨૨ અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં કેસ ચાલ્યો, જડ્જ બ્રુમફીલ્ડે છ વર્ષીની આસન
કેદની સજા ફરમાવી 
૨૧ માર્ચ  ૧૯૨૨ યરવડા જેલમાં.
૧૨ જાન્યુઆરી  ૧૯૨૪ પૂણેની સાસૂન હોસ્પિટલમાં એપેન્ડિકસની શસ્ત્રક્રિયા. 
૫ ફેબ્રુઆરી  ૧૯૨૪ સરકારે વિના શરતે છોડી મુક્યા.
૬ એપ્રિલ  ૧૯૨૪ નવજીવનમાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસના પ્રકાશનની શરૂઆત. 
૧૭ સપ્ટેમ્બર  ૧૯૨૪ દિલ્હીમાં મહમદઅલીને ઘેર રહી કોમી રમખાણોના પ્રાયશ્ચિત સારુ ઉપવાસ.
૨૬ ડિસેમ્બર  ૧૯૨૪ બેલગામ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ. સભ્ય થવા માટેની લાયકાતમાં સુધારા.
૨૨ સપ્ટેમ્બર  ૧૯૨૫ પટણામાં કોંગ્રેસની મહાસમિતિ દ્વારા 'અખિલ હિન્દ ચરખા સંઘ' ની સ્થાપના.
૭ નવેમ્બર  ૧૯૨૫ મેડેલીન સ્લેડ સત્યાગ્રહ આશ્રમમાં; પુત્રી તરીકે સ્વીકારી; 'મીરાબહેન' નામ.
૨૯ નવેમ્બર  ૧૯૨૫ નવજીવનમાં સત્યના પ્રયોગો / આત્મકથાના પ્રકાશનની શરૂઆત. 
૩ ડિસેમ્બર  ૧૯૨૫ યંગ ઇન્ડિયા માં આત્મકથાના અંગ્રેજી અનુવાદના પ્રકાશનની શરૂઆત.
૩ ફેબ્રુઆરી  ૧૯૨૮ સાઈમન કમીશનનો બહિષ્કાર.
૨૭ જૂન  ૧૯૨૯ અનાસક્તિયોગની પ્રસતાવના લખી.
૩૧ ઓક્ટોબર  ૧૯૨૯ વાઇસરોય લોર્ડ અર્વિને કરેલી ગોળમેજી પરિષદની જાહેરાત.
૨૭ ડિસેમ્બર  ૧૯૨૯ લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયનો ઠરાવ.
૧૫ ફેબ્રુઆરી  ૧૯૩૦ વાઇસરોયને મીઠાના કાયદાના ભંગ માટેનો પત્ર.
૧૨ માર્ચ  ૧૯૩૦ દાંડીકૂચનો સત્યાગ્રહ આશ્રમથી પ્રારંભ.
૬ એપ્રિલ  ૧૯૩૦ દાંડી પહોંચી મીઠાના કાયદાનો ભંગ.
૫ મે  ૧૯૩૦ ધરપકડ અને યરવડા જેલમાં.
૨૬ જાન્યુઆરી  ૧૯૩૧ જેલમાંથી મુક્તિ.
૫ માર્ચ  ૧૯૩૧ ગાંધી-અર્વિન સમજૂતી.
૧૨ સપ્ટેમ્બર  ૧૯૩૧ કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગોળમેજી પરિષદ માટે લંડનમાં. 
૧૩ સપ્ટેમ્બર   ૧૯૩૧ અમેરિકાની પ્રજાજોગ વાયુ પ્રવચન.
૯ ઓક્ટોબર  ૧૯૩૧ મારિયા મોન્ટેસોરી મળ્યા.
૨૦ ઓકટોબર  ૧૯૩૧ 'God is' લેખ ધ્વનિમુદ્રિત થયો.
૫ નવેમ્બર  ૧૯૩૧ શહેનશાહ જ્યોર્જ પંચમે ગોળમેજી પરિષદના સભ્યો માટે યોજેલા ચા-નાસ્તા માટે ટૂંકી પોતડી અને ચાદરના પહેરવેશમાં.
૧૩ નવેમ્બર  ૧૯૩૧ અસ્પૃશ્યો માટે અલગ મતદારમંડળની જિંદગીના ભોગે વિરોધની ગોળમેજી પરિષદમાં ચેતવણી.
૧ ડિસેમ્બર  ૧૯૩૧ ગોળમેજી પરિષદ પૂરી થઇ.
૬ ડિસેમ્બર  ૧૯૩૧ રોમાં રોલા સાથે. 
૧૨ ડિસેમ્બર  ૧૯૩૧ વેટિકનમાં ઈશુની પ્રતિમાનું દર્શન. રોમમાં મુસોલીની સાથે મુલાકાત.
૧ જાન્યુઆરી  ૧૯૩૨ કોંગ્રેસ કારોબારી સમિતિએ સવિનય કાનૂનભંગનો ઠરાવ કર્યો.
૪ જાન્યુઆરી  ૧૯૩૨ ધરપકડ અને અનિશ્ચિત મુદત સુધી વલ્લભભાઈ સાથે યરવડા જેલમાં.
૧૦ માર્ચ  ૧૯૩૨ મહાદેવ દેસાઈને યરવડા જેલમાં ખસેડ્યા.
૧૭ ઓગસ્ટ ૧૯૩૨ વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે કોમી ચુકાદો જાહેર કર્યો. 
૧૮ ઓગસ્ટ ૧૯૩૨ ૨૦-૯-૧૯૩૨ થી કોમી ચુકાદાની વિરુદ્ધમાં આમરણાંત ઉપવાસના નિર્ણય અંગે વડાપ્રધાનને
પત્ર.
૨૦ સપ્ટેમ્બર ૧૯૩૨ કોમી ચુકાદાની વિરુદ્ધ ઉપવાસ શરુ.
૨૪ સપ્ટેમ્બર  ૧૯૩૨ પૂના કરારની સમજૂતી થઈ.
૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨ ઉપવાસ છોડ્યા.
૩૦ સપ્ટેમ્બર  ૧૯૩૨ હરિજન સેવક સંઘની સ્થાપના.
૧૧ ફેબ્રુઆરી  ૧૯૩૩ 'હરિજન', ૨૩મીએ 'હરિજન સેવક' (હિંદી) અને ૧૨મી માર્ચ 'હરિજન બંધુ' સાપ્તાહિકો શરુ કર્યા
૨૯ એપ્રિલ  ૧૯૩૩ મધરાતે ૨૧ દિવસના ઉપવાસનો નિર્ણય.
૧ મે ૧૯૩૩ ઉપવાસ વિષે નિવેદન. ઉપવાસ બિનશરતી અને અફર તથા આત્મશુધ્ધી માટેના.
૮ મે ૧૯૩૩ ઉપવાસ શરુ. સાંજે જેલમાંથી છોડ્યા. 
૨૯ મેં ૧૯૩૩ ઉપવાસ છૂટ્યા.
૩૧ જુલાઈ  ૧૯૩૩ વ્યક્તિગત સત્યાગ્રહનો ઇરાદો જાહેર કર્યો.
૧ ઓગસ્ટ  ૧૯૩૩ અમદાવાદમાં ધરપકડ, સાબરમતી જેલમાં અને પછી યરવડા જેલમાં મોકલવામાં આવ્યા.
૧૪ સપ્ટેમ્બર  ૧૯૩૩ રાજકારણમાં ભાગ ન લેવાનો નિર્ણય કરી વર્ધા ગયા.
૩૦ સપ્ટેમ્બર  ૧૯૩૩ સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી 'હરિજન સેવક સંઘ'ને સુપરત.
૭ નવેમ્બર  ૧૯૩૩ 'હરિજન યાત્રા' (દેશનો પ્રવાસ).
૨૫ એપ્રિલ  ૧૯૩૪ બિહારમાં લાલનાથ શાસ્ત્રીની ઉશ્કેરણીથી ટોળાએ હુમલો કર્યો.
૯ મે  ૧૯૩૪ ઓરિસ્સામાં પગપાળા પ્રવાસ.
૧૮ મે  ૧૯૩૪ સામૂહિક સત્યાગ્રહ પાછો ખેંચ્યો.
૨૫ જુન  ૧૯૩૪ પૂણેમાં મોટર ઉપર બોમ્બ ફેંકાયો.
૧૭ સપ્ટેમ્બર  ૧૯૩૪ કોંગ્રેસમાંથી નિવૃત્તિનો ઈરાદો જાહેર કર્યો.
૩૦ ઓક્ટોબર  ૧૯૩૪ કોંગ્રેસમાંથી રાજીનામું.
૧૪ ડિસેમ્બર  ૧૯૩૪ 'અખિલ હિન્દ ગ્રામોદ્યોગ સંઘ'ની સ્થાપના.
૩૦ એપ્રિલ  ૧૯૩૬ વર્ધા છોડી સેગાંવ રહેવા ગયા.
૩૧ ઓક્ટોબર  ૧૯૩૬ અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૨મા અધિવેશનના પ્રમુખ.
૧૨ નવેમ્બર  ૧૯૩૬ ત્રાવણકોરના મંદિરો અસ્પૃશ્યો માટે ખુલ્લા મુકાયા.
૨ ફેબ્રુઆરી  ૧૯૩૯ રાજકોટના ઠાકોરે કસ્તૂરબાને અટકાયતમાં લીધા.
૩ માર્ચ  ૧૯૩૯ રાજકોટના ઠાકોરે સમજૂતી માટેની વિનંતી ન સ્વીકારતા ઉપવાસ શરુ કર્યા.
૭ માર્ચ  ૧૯૩૯ વાઇસરોયે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને લવાદ નીમતા પારણા કર્યા. 
૧૬ એપ્રિલ  ૧૯૩૯ સર મોરીસ ગ્વાયરે રાજકોટના મામલામાં વલ્લભભાઇના પક્ષે ચુકાદો આપતા મુસ્લિમોએ અને ભાયાતોએ પ્રાર્થનાસભા સામે દેખાવો કર્યા.
૨૩ જુલાઈ  ૧૯૩૯ હિટલરને યુદ્ધ ટાળવા લખેલો વિનંતીપત્ર.
૩૧ ઓક્ટોબર  ૧૯૩૯ કોંગ્રેસ પક્ષના પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યા.
૫ માર્ચ  ૧૯૪૦ સેગાંવનું નામ 'સેવાગ્રામ' રાખ્યું.
૧૧ ઓક્ટોબર  ૧૯૪૦ સેવાગ્રામમાં કારોબારી સમિતિ સમક્ષ વ્યક્તિગત સત્યાગ્રહની યોજના. 
૧૭ ઓક્ટોબર  ૧૯૪૦ વિનોબાનો વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત.
૧૩ ડિસેમ્બર  ૧૯૪૧ ૧૮ મુદ્દાના રચનાત્મક કાર્યક્રમના ખરડાનું પુસ્તિકા રૂપે પ્રકાશન.
૩૦ ડિસેમ્બર  ૧૯૪૧ કોંગ્રેસને દોરવણી આપવામાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલી વિનંતીનો બારડોલીમાં મળેલી
કારોબારીએ કરેલો સ્વીકાર.
૧૫ જાન્યુઆરી  ૧૯૪૨ પોતાના રાજકીય વારસદાર રાજગોપાલાચારી કે વલ્લભભાઈ નહી પણ જવાહરલાલ એવું સેવાગ્રામમાં  મહાસમિતિને જણાવ્યું.
૨૭ માર્ચ  ૧૯૪૨ બંધારણની દરખાસ્તો લઈને આવેલા સ્ટેફર્ડ ક્રિપ્સને પહેલા જ વિમાનમાં પાછા જવાની સલાહ. 
૧૪ જુલાઈ  ૧૯૪૨ બ્રિટને તાત્કાલિક ભારત છોડવાનો ઠરાવ કારોબારી સમિતિએ પસાર કર્યો.
૮ ઓગસ્ટ  ૧૯૪૨ બ્રિટનને કહ્યું 'ભારત છોડો' અને પ્રજાને મંત્ર આપ્યો: 'કરેંગે યા મરેંગે'.
૯ ઓગસ્ટ  ૧૯૪૨ ગાંધીજી અને કારોબારી સમિતિના સભ્યોની ધરપકડ તથા આગાખાન મહેલમાં અટકાયત.
૧૫ ઓગસ્ટ  ૧૯૪૨ હદયરોગના હુમલાથી મહાદેવ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન.
૧૦ ફેબ્રુઆરી  ૧૯૪૩ જાપાન તરફી અને હિંસક ઘટનાઓ માટે જવાબદાર ગણવાના આક્ષેપ વિરુદ્ધ ૨૧ દિવસના ઉપવાસ શરુ.
૨૨ ફેબ્રુઆરી  ૧૯૪૪ આગાખાન મહેલમાં કસ્તૂરબાનું અવસાન.
૬ મે  ૧૯૪૪ આગાખાન મહેલમાં વિના શરતે મુક્તિ.
૧૪ જૂન  ૧૯૪૫ લોર્ડ વેવલનું વાટાઘાટો માટેનું વાયુ પ્રવચન.
૧૫ જૂન  ૧૯૪૫ અહમદનગરના કિલ્લામાં નજરકેદ કારોબારીના સભ્યોની મુક્તિ અને કોંગ્રેસ પરથી
ઉઠાવી લીધેલો પ્રતિબંધ.
૧૪ જુલાઈ  ૧૯૪૫ સિમલામાં મળેલી પરિષદને વાઇસરોય નિષ્ફળ જાહેર કરી.
૨૩ માર્ચ  ૧૯૪૬ ત્રણ સભ્યોનું અંગ્રેજ પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું.
૨૫ જૂન  ૧૯૪૬ પ્રતિનિધિમંડળની બંધારણસભાને લગતી જોગવાઈઓનો સ્વીકાર કરતો ઠરાવ કોંગ્રેસની
 કારોબારી સમિતિએ કર્યો.
૪ જુલાઈ  ૧૯૪૬ વાઇસરોયે સરકારી અમલદારોની બનેલી કામચલાઉ સરકાર રચી.
૧૬ ઓગસ્ટ  ૧૯૪૬ કલકત્તામાં કોમી રમખાણો.
૨ સપ્ટેમ્બર  ૧૯૪૬ નહેરુએ ૧૨ સભ્યોની વચગાળાની સરકાર રચી.
૧૦ ઓક્ટોબર  ૧૯૪૬ નોઆખલી પ્રદેશમાં કોમી રમખાણો. 
૧૫ ઓક્ટોબર  ૧૯૪૬ મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વચગાળાની સરકારમાં જોડાયા.
૨૭ ઓક્ટોબર  ૧૯૪૬ બિહારમાં કોમી રમખાણો.
૬ નવેમ્બર  ૧૯૪૬ નોઆખલી જવા નીકળ્યા.
૧૯ નવેમ્બર  ૧૯૪૬ 'હરિજન' સાપ્તાહિકની જવાબદારી કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને
 નરહરિ પરીખને સોપી.
૨ જાન્યુઆરી  ૧૯૪૭ નોઆખલીનો પગપાળા પ્રવાસ શરુ.
૩૦ માર્ચ  ૧૯૪૭ બિહારના હિંસાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત.
૩૧ માર્ચ  ૧૯૪૭ દિલ્હી આવેલા લોર્ડ માઉન્ટબેટનને મળ્યા.
૧ એપ્રિલ  ૧૯૪૭ એશિયાઈ રિલેશન્સ કોન્ફરન્સમાં પ્રવચન. 
૧૩ એપ્રિલ   ૧૯૪૭ બિહાર ગયા.
૨ જૂન  ૧૯૪૭ વાઇસરોયની ભારતના ભાગલાની યોજના કોંગ્રેસ. મુસ્લિમ લીગ અને શીખોના
પ્રતિનિધિઓએ સ્વીકારી.
૧૩ જૂન  ૧૯૪૭ વાઇસરોયની યોજનાનો સ્વીકાર કોંગ્રેસ કારોબારીએ કર્યો.
૧૩ ઓગસ્ટ  ૧૯૪૭ કલકત્તામાં સુહરાવર્દી સાથે વસવાટ.
૧૫ ઓગસ્ટ  ૧૯૪૭ ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ અને પ્રાર્થના કરીને ઉજવ્યો.
૩૧ ઓગસ્ટ  ૧૯૪૭ કલકત્તાના કોમી રમખાણ વિરુદ્ધ અનિશ્ચિત મુદતના ઉપવાસ.
૪ સપ્ટેમ્બર  ૧૯૪૭ કલકત્તામાં શાંતિ જાળવાવાની ખાતરી મળતા ઉપવાસ છોડ્યા.
૯ સપ્ટેમ્બર  ૧૯૪૭ દિલ્હી પહોંચ્યા.
૧૨ જાન્યુઆરી  ૧૯૪૮ પ્રાર્થનાસભામાં હિંદુ-મુસ્લિમ વચ્ચે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસનો નિર્ણય જાહેર કર્યો.
૧૮ જાન્યુઆરી  ૧૯૪૮ શાંતિની જાહેરાત થતા ઉપવાસ છોડ્યા.
૨૦ જાન્યુઆરી  ૧૯૪૮ એક યુવકે પ્રાર્થનાસભાથી થોડે દુર બોમ્બ ધડાકો કર્યો.
૩૦ જાન્યુઆરી  ૧૯૪૮ ગોડસેની ૩ ગોળીઓથી દેહાંત.
૩૧ જાન્યુઆરી  ૧૯૪૮ યમુનાકિનારે રામદાસે કરેલો અગ્નિદાહ.
GoUp