દક્ષિણ આફ્રિકા | |||||
ક્રમ | વર્ષ | માસ | તારીખ | સ્થળ | કારણ |
૧ | ૧૮૯૩ | મે | ૩૧ | (પીટરમેરિત્સબર્ગ) | રેલગાડીના પ્રથમ વર્ગમાંથી રેલ્વે-પોલીસે ધક્કો મારીને સ્ટેશન પર ઉતારી દીધા. |
૧૮૯૩ | જૂન | ૨ | (પારડેકોપ ટ્રાન્સવાલા) | સિગરામના ગોરા મુખીએ માર્યા. | |
૨ | ૧૮૯૭ | જાન્યુઆરી | ૧૩ | (ડરબન) | બંદર ઉપર વહાણમાંથી ઊતર્યાં પછી ગાંધીજી ઉપર ઘાતક હુમલો. |
૩ | ૧૯૦૮ | ફેબ્રુઆરી | ૧૦ | (જોહાનિસબર્ગ) | નોંધણી-કચેરીએ નોંધણી કરાવવા જતા હતા ત્યારે મીર આલમ વગેરેએ હુમલો કરી ઘાયલ કર્યા. |
૧૯૦૮ | માર્ચ | ૫ | (ડરબન) | હિંદીઓની સભામાં હાજર; અહીં પણ હુમલાનો પ્રયાસ-નિષ્ફળ. | |
૪ | ૧૯૧૪ | માર્ચ |
૨૭ અથવા ૨૮ |
(જોહાનિસબર્ગ) | ગાંધીજીને સાંભળવા જ ખાસ બોલાવેલી એક સભામાં એમના ઉપર હુમલો કરવાની ગોઠવણ કરવામાં આવી હતી, પણ અણીના સમયે મીર આલમે આગળ આવીને સૌને પડકાર્યા એટલે ગાંધીજી બચી ગયા. |
ભારત | |||||
૧ | ૧૯૨૦ | મે | ૨૨ | (અમદાવાદ) | આ દિવસે ગાંધીજીને લખવામાં આવેલા એક નનામા પત્રમાં એવી મતલબનું જણાવવામાં આવ્યું કે તમારું મોત નિપજાવવા માટે, તમે જે રેલગાડીમાં મુસાફરી કરતા હો તેની સાથે બીજી રેલગાડી અથડાવવાનું સરકારે ગોઠવ્યું છે. |
૨ | ૧૯૨૧ | જાન્યુઆરી | ૧૧ | (અમદાવાદ) | ખૂનની ધમકી આપતો એક પત્ર મળ્યો. |
૩ | ૧૯૩૪ | એપ્રિલ | ૨૫ | (જ્શીદી-પટના) | પંડિત લાલનાથની આગેવાની નીચે સનાતનીઓનો હુમલો, મોટરગાડી ઉપર લાકડીઓના પ્રહારો. |
૧૯૩૪ | જૂન | ૨૫ | (પૂના) | મ્યુનિસિપાલિટીનું માનપત્ર લેવા જતા હતા ત્યાં, ગાંધીજી ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો; બીજી ગાડી ઉપર પડ્યો. | |
૧૯૩૪ | જુલાઈ | ૧૧ | (કરાંચી) | એક સનાતની મળવા આવ્યો, એના હાથમાં કુહાડી હતી તે, પોલીસે લઈ લીધી. | |
૧૯૩૪ | જુલાઈ | ૩૧ (!) | (બનારસ) | બાબા કાલભૈરવનાથના 'હુકમ'થી ગાંધીજીને 'પકડવા' 'વોરન્ટ' લઈને મણિલાલ શર્મા આવ્યા; વોરન્ટમાં એવો હુકમ હતો કે ગાંધીજીને કબજે કરવા અને એ તાબે ન થાય તો એમના ચિત્રને શિક્ષા કરવી. ગાંધીજીએ તાબે થવાની ના પાડી. એટલે ગાંધીજીના ફોટાને પાંચ કલાક સુધી ઊંધો ટાંગી રાખ્યો અને બીજે દિવસે બાળ્યો! | |
૪ | ૧૯૪૦ | ફેબ્રુઆરી | ૨૭ | (સીરામપુર-કલકત્તા) | સીરામપુર સ્ટેશને કોઈ કોગ્રેસી કાઁગ્રેસીએ ગાંધીજી ઉપર જોડો ફેંકયો; એ ગાંધીજીને ન વાગતાં મહાદેવભાઈને વાગ્યો. |
૫ | ૧૯૪૪ | સપ્ટેમ્બર | ૮ | (સેવાગ્રામ) | ગાંધીજી મોહમ્મદ અલી ઝીણાને મળવા જાય એનો વિરોધ કરનાર કેટલાક હિંદુઓને પોલીસે પકડ્યા. એમના નેતા પાસેથી એક મોટું ખંજર મળી આવ્યું. |
૬ | ૧૯૪૬ | જૂન | ૩૦ | (કરજત) (મુંબઈથી પૂના જતાં) | નેરલ અને કરજત સ્ટેશનો વચ્ચે, પાટા ઉપર મૂકેલી પથ્થરની શિલાઓ સાથે ગાડી અથડાઈ; ગાડી ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ; ગાંધીજીના કહેવા મુજબ એ સાતમી વખત બચી ગયા. |
૧૯૪૬ | ઓકટોબર | ૨૮ | (અલીગઢ) | ગાંધીજીના ડબ્બા ઉપર પથ્થરમારો. | |
૭ | ૧૯૪૭ | જુલાઈ | ૩૧ |
(દિલ્હીથી) (રાવળપિંડી જતાં) |
ગાંધીજીને લઈ જતી ગાડીને ફિલોર સ્ટેશને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયત્ન થયો. |
૧૯૪૭ | ઓગસ્ટ | ૩૧ | (કલકત્તા) | હિંદુઓનો લાઠી અને ઈંટો વડે હુમલો, પણ ગાંધીજી બચી ગયા. | |
૮ | ૧૯૪૮ | જાન્યુઆરી | ૧૪ | (દિલ્હી) | ગાંધીજીના ઉપવાસ ચાલુ હતા ત્યારે, "ગાંધીને મરવા દો", "ખૂનનો બદલો ખૂનથી લઈશું", એ પ્રકારના પોકારો સાંભળી જવાહરલાલે કહ્યું, "કોણ કહે છે ગાંધીને મરવા દો; આવો, પહેલાં મને મારો." |
૧૯૪૮ | જાન્યુઆરી | ૨૦ | (દિલ્હી) | બિરલા હાઉસમાં પ્રાર્થના-સભામાં બોમ્બનો ધડાકો થયો. | |
૧૯૪૮ | જાન્યુઆરી | ૩૦ | (દિલ્હી) | બિરલા હાઉસમાં સાંજે પ્રાર્થના-સ્થળે જતાં હતા ત્યારે છત્રીસ વર્ષના મરાઠા હિંદુ યુવક નથુરામ વિનાયક ગોડસેએ ત્રણ ગોળીઓ મારી. ત્રીજી ગોળી વાગતાં જ "હે રામ" બોલી ઢળી પડ્યા. |