દક્ષિણ આફ્રિકા | ||||
ક્રમ | વર્ષ | માસ | સ્થળ | કારણ |
૧ | ૧૯૧૨ | જૂન ૧૬થી નવેમ્બર ૨૦ | જોહાનિસબર્ગ / ડરબન | એકટાણું |
૨ | ૧૯૧૩ | જૂન ૨૭ થી ૨૯ |
ડરબન / ગાડીમાં |
એકટાણું - ફિનિક્સ આશ્રમની શાળામાં ભણતાં બાળકો અને એક શિક્ષિકાની ગેર વર્તણુંકને કારણે |
૩ | જુલાઈ ૧૨ થી નવેમ્બર ૧૧ |
જોહાનિસબર્ગ / ડરબન- ફિનિક્સ આશ્રમ |
એકટાણું - ફિનિક્સ આશ્રમમાં રહેતા એક પુરુષ તરફથી, આશ્રમની એક સ્ત્રી સાથેના અનૈતિક સંબંધની, કબૂલાત કરતો પત્ર મળ્યો. | |
૪ | ૧૯૧૩ | નવેમ્બર ૧૨ થી ૩૧ | જેલમાં | એકટાણું - ત્રણ પાઉન્ડનો કર નીકળી ન જાય ત્યાં સુધી એકટાણું ચાલુ રાખવા નિર્ણય. |
૧૯૧૪ | જાન્યુઆરી થી મે ૧ | એકટાણું - ઉપરના સંદર્ભે. | ||
૫ | ૧૯૧૪ | મે ૨ થી જૂન ૨૬ | ડરબન / કેપટાઉન | ઉપવાસ - એક ફિનિક્સ આશ્રમવાસીના વ્રતભંગના કારણે |
નોંધ: હિંદીઓની મુશ્કેલીઓ દૂર કરનારો ખરડો (ઇન્ડિયન રિલીફ બિલ) તા. ૨૬-૬-૧૯૧૪ના રોજ ધારાસભામાં પસાર થયો. |
||||
ભારત | ભારત | |||
૧ | ૧૯૧૫ | જૂન | અમદાવાદ | આશ્રમમાં રહેતાં છોકરાઓમાં રહેલી જૂઠના કારણે. |
૨ | ૧૯૧૫ | સપ્ટેમ્બર ૧૧ | અમદાવાદ |
આશ્રમમાં હરિજન પરિવારને દાખલ કરવાના કારણે કેટલાક આશ્રમવાસીઓએ ઉપવાસ કર્યો. ગાંધીજીએ પણ ન ખાધું. |
૩ | ૧૯૧૫ | સપ્ટેમ્બર ૧૨ | અમદાવાદ | એક આશ્રમાવાસીએ બીડી પીધી તેથી. |
૪ | ૧૯૧૬ | મે અથવા જૂન ૧૨ | અમદાવાદ | ત્રણ દિવસ. મણિલાલે હરિલાલને ગાંધીજીની જાણ બહાર મદદ તરીકે થોડા પૈસા મોકલ્યા તેથી. |
૫ | ૧૯૧૮ | માર્ચ ૧૫થી ૧૭ | અમદાવાદ | અમદાવાદના મિલ-મજુરોની ટેક જળવાઈ રહે તે માટે. |
૬ | ૧૯૧૯ | એપ્રિલ ૬* | મુંબઈ | સત્યાગ્રહની લડતનો પહેલો દિવસ. |
* અને ત્યાર પછી દરેક વર્ષની આ તારીખે |
||||
૭ | ૧૯૧૯ | એપ્રિલ ૧૩ થી ૧૫ | અમદાવાદ | મુંબઈ, અમદાવાદ, વગેરે સ્થળોએ થયેલાં તોફાનોને કારણે. |
અને ત્યાર પછી દરેક વર્ષના એપ્રિલની ૧૩મી તારીખે, જલિયાંવાલા બાગના હ્ત્યાકાંડના કારણે. | ||||
૮ | ૧૯૨૧ | નવેમ્બર ૧૯થી ૨૧ | મુંબઈ | મુંબઈમાં થયેલાં તોફાનોને કારણે. |
૯ | નવેમ્બર ૨૮* | અમદાવાદ | મુંબઈના રમખાણથી વ્યગ્ર થઈને, જ્યાં સુધી સ્વરાજ ન મળે ત્યાં સુધી દર સોમવારે ચોવીસ કલાકનો ઉપવાસ કરવા કરેલો નિશ્ચયનો અમલ આજથી શરૂ કર્યો. | |
* અને ત્યાર પછી દર સોમવારે | ||||
૧૦ | ૧૯૨૨ | ફેબ્રુઆરી ૧૨ થી ૧૬ | બારડોલી | ચૌરીચૌરાના હત્યાકાંડના કારણે. |
૧૧ | ૧૯૨૪ | સપ્ટેમ્બર ૧૭ થી ૩૦ | ||
૧૯૨૪ | ઓકટોબર ૧ થી ૭ | દિલ્હી | હિંદુ-મુસ્લિમ ઐક્ય માટે. | |
૧૨ | ૧૯૨૫ | નવેમ્બર ૨૪ થી ૩૦ | અમદાવાદ | આશ્રમમાંનાં બાળકોમાં પેઠેલી મલીનતાના કારણે. |
૧૩ | ૧૯૨૮ | જૂન ૨૨ થી ૨૪ | અમદાવાદ | એક આશ્રમવાસીના નીતિ-દોષના કારણે. |
૧૪ | ૧૯૩૨ | સપ્ટેમ્બર ૨૦ થી ૨૫ | યરવડા જેલ | વિલાયતના વડા પ્રધાનના કોમી ચુકાદાની વિરુદ્ધમાં. |
૧૫ | ૧૯૩૨ | ડિસેમ્બર ૩ | યરવડા જેલ | સાથી કેદીને જેલમાં ભંગીકામ કરવા દેવા સરકારે ના પાડી તેની વિરુદ્ધ |
૧૬ | ૧૯૩૩ | મે ૮ થી ૨૮ | પર્ણકુટી, પૂના | આત્મશુદ્ધિ અર્થે. |
૧૭ | ૧૯૩૩ | ઓગસ્ટ ૧૬ થી ૨૨ | યરવડા જેલ | હરિજનસેવા અંગે મળેલી છૂટછાટો સરકારે બંધ કરી તેની વિરુદ્ધમાં. |
૧૮ | ૧૯૩૪ | ઓગસ્ટ ૭ થી ૧૩ | વર્ધા | પંડિત લાલનાથ અને બીજા સનાતનીઓએ કરેલાં તોફાન વખતે થયેલી ધંધાલમાં પંડિતને વાગ્યું એના પ્રાયશ્ચિત રૂપે. |
૧૯ | ૧૯૩૯ | માર્ચ ૩ થી ૬ | રાજકોટ | રાજકોટના ઠાકોરસાહેબના વચન-ભંગના કારણે. |
૨૦ | ૧૯૪૦ | નવેમ્બર ૧૨ થી ૧૩ | સેવાગ્રામ | સાથીએ ચોરી કરી છે એવો વહેમ પડવાથી. |
૨૧ | ૧૯૪૧ | એપ્રિલ ૨૫ થી ૨૭ | સેવાગ્રામ | બોતેર કલાકનો. મુંબઈ અમદાવાદમાં થયેલાં કોમી હુલ્લડના કારણે હશે. |
૨૨ | ૧૯૪૧ | જૂન ૨૯ | સેવાગ્રામ | કોમી ઐક્ય માટે. |
૨૩ | ૧૯૪૩ | ફેબ્રુઆરી ૧૦ થી ૨૮ |
આગાખાન મહેલ- જેલ |
'હિંદ છોડો' નાં ઠરાવ પછી, નેતાઓની ધરપકડોનાં તોફાનો અંગેની જવાબદારી કોંગ્રેસ ઉપર ઓઢાડવાના સરકારના પ્રચારની વિરુદ્ધમાં. |
૧૯૪૩ | માર્ચ ૧ થી ૨ | |||
૨૪ | ૧૯૪૪ | નવેમ્બર ૩૦ ? | સેવાગ્રામ | એક અગર વધુ ઉપવાસ કર્યા હશે અગર કરવા ધાર્યું હશે. કારણ મળ્યું નથી. |
૨૫ | ૧૯૪૬ | ઓકટોબર ૨૦ના અરસામાં | દિલ્હી | આશરે ચાર દિવસ. મુસ્લિમ લીગ સાથેના પત્ર વ્યવહારમાં પોતે લખેલા એક પત્રની પાકી નકલ ઉતારવામાં, ઉતારનારની થયેલી ભૂલના કારણે હશે. |
૨૬ | ૧૯૪૭ | ઓગસ્ટ ૧૫ | કલકત્તા | હિંદના બંને મુલકોના કલ્યાણ અર્થે ઉપવાસ. |
૨૭ | ૧૯૪૭ | સપ્ટેમ્બર ૧ થી ૩ | કલકત્તા | કોમી રમખાણોને કારણે. |
૨૮ | ૧૯૪૭ | ઓકટોબર ૧૧ | દિલ્હી | વિક્રમ સંવત મુજબની જન્મતિથીનો ઉપવાસ |
૨૯ | ૧૯૪૮ | જાન્યુઆરી ૧૩ થી ૧૭ | દિલ્હી | કોમી રમખાણોને કારણે. |
નોંધ: ગાંધીજીએ અનેક વખત ઉપવાસ કર્યા હતા. એની મુદત ચોવીસ કલાકથી માંડીને એકવીસ દિવસની હતી અને કોઈક તો અમુક શરત ન પળાય તો આમરણાંત હતા. સંભવ છે કે બધા ઉપવાસ વિષે જાહેરાત ન પણ થઈ હોય. તેથી, જેટલાની માહિતી મળી શકી છે તેટલા વિશે નોંધ લેવામાં આવી છે. ઉપવાસની મુદતમાં શરૂઆતનો દિવસ ગણ્યો છે અને અંતનો ગણ્યો નથી. |