Cronología: Página de detalle de Evento

You are here

ગુજરાતી


          દક્ષિણ આફ્રિકા
ક્રમ  વર્ષ  માસ  તારીખ  સ્થળ  કારણ
૧૮૯૩ મે   ૩૧ (પીટરમેરિત્સબર્ગ) રેલગાડીના પ્રથમ વર્ગમાંથી રેલ્વે-પોલીસે ધક્કો મારીને સ્ટેશન પર ઉતારી દીધા. 
  ૧૮૯૩ જૂન     (પારડેકોપ ટ્રાન્સવાલા)  સિગરામના ગોરા મુખીએ માર્યા. 
૧૮૯૭ જાન્યુઆરી    ૧૩ (ડરબન)  બંદર ઉપર વહાણમાંથી ઊતર્યાં પછી ગાંધીજી ઉપર ઘાતક હુમલો.
૧૯૦૮ ફેબ્રુઆરી       ૧૦ (જોહાનિસબર્ગ) નોંધણી-કચેરીએ નોંધણી કરાવવા જતા હતા ત્યારે મીર આલમ વગેરેએ હુમલો કરી ઘાયલ કર્યા.
  ૧૯૦૮ માર્ચ     (ડરબન)  હિંદીઓની સભામાં હાજર; અહીં પણ હુમલાનો પ્રયાસ-નિષ્ફળ.
૧૯૧૪ માર્ચ  ૨૭
અથવા ૨૮ 
(જોહાનિસબર્ગ) ગાંધીજીને સાંભળવા જ ખાસ બોલાવેલી એક સભામાં એમના ઉપર હુમલો કરવાની ગોઠવણ કરવામાં આવી હતી, પણ અણીના સમયે મીર આલમે આગળ આવીને સૌને પડકાર્યા એટલે ગાંધીજી બચી ગયા. 
         ભારત 
૧૯૨૦ મે      ૨૨ (અમદાવાદ)  આ દિવસે ગાંધીજીને લખવામાં આવેલા એક નનામા પત્રમાં એવી મતલબનું જણાવવામાં આવ્યું કે તમારું મોત નિપજાવવા માટે, તમે જે રેલગાડીમાં મુસાફરી કરતા હો તેની સાથે બીજી રેલગાડી અથડાવવાનું સરકારે ગોઠવ્યું છે. 
૧૯૨૧ જાન્યુઆરી     ૧૧ (અમદાવાદ)  ખૂનની ધમકી આપતો એક પત્ર મળ્યો. 
૧૯૩૪ એપ્રિલ     ૨૫ (જ્શીદી-પટના)  પંડિત લાલનાથની આગેવાની નીચે સનાતનીઓનો હુમલો, મોટરગાડી ઉપર  લાકડીઓના પ્રહારો. 
  ૧૯૩૪ જૂન    ૨૫ (પૂના)  મ્યુનિસિપાલિટીનું માનપત્ર લેવા જતા હતા ત્યાં, ગાંધીજી ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો; બીજી ગાડી ઉપર પડ્યો. 
  ૧૯૩૪ જુલાઈ      ૧૧ (કરાંચી)  એક સનાતની મળવા આવ્યો, એના હાથમાં કુહાડી હતી તે, પોલીસે લઈ લીધી. 
  ૧૯૩૪ જુલાઈ     ૩૧ (!)  (બનારસ)  બાબા કાલભૈરવનાથના 'હુકમ'થી ગાંધીજીને 'પકડવા'  'વોરન્ટ' લઈને મણિલાલ શર્મા આવ્યા; વોરન્ટમાં એવો હુકમ હતો કે ગાંધીજીને કબજે કરવા અને એ તાબે ન થાય તો એમના ચિત્રને શિક્ષા કરવી. ગાંધીજીએ તાબે થવાની ના પાડી. એટલે ગાંધીજીના ફોટાને પાંચ કલાક સુધી ઊંધો ટાંગી રાખ્યો અને બીજે દિવસે બાળ્યો!
૧૯૪૦ ફેબ્રુઆરી    ૨૭ (સીરામપુર-કલકત્તા)  સીરામપુર સ્ટેશને કોઈ કોગ્રેસી  કાઁગ્રેસીએ ગાંધીજી ઉપર જોડો ફેંકયો; એ ગાંધીજીને ન વાગતાં મહાદેવભાઈને વાગ્યો.  
૧૯૪૪ સપ્ટેમ્બર     (સેવાગ્રામ)  ગાંધીજી મોહમ્મદ અલી ઝીણાને મળવા જાય એનો વિરોધ કરનાર કેટલાક હિંદુઓને પોલીસે પકડ્યા. એમના નેતા પાસેથી એક મોટું ખંજર મળી આવ્યું. 
૧૯૪૬ જૂન    ૩૦ (કરજત) (મુંબઈથી પૂના  જતાં)  નેરલ અને કરજત સ્ટેશનો વચ્ચે, પાટા ઉપર મૂકેલી પથ્થરની શિલાઓ સાથે ગાડી અથડાઈ;  ગાડી ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ; ગાંધીજીના કહેવા મુજબ એ સાતમી વખત બચી ગયા. 
  ૧૯૪૬ ઓકટોબર      ૨૮ (અલીગઢ) ગાંધીજીના ડબ્બા ઉપર પથ્થરમારો. 
૧૯૪૭ જુલાઈ    ૩૧ (દિલ્હીથી)
(રાવળપિંડી જતાં) 
ગાંધીજીને લઈ જતી ગાડીને ફિલોર સ્ટેશને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયત્ન થયો. 
  ૧૯૪૭ ઓગસ્ટ     ૩૧ (કલકત્તા)  હિંદુઓનો લાઠી અને ઈંટો વડે હુમલો, પણ ગાંધીજી બચી ગયા. 
૧૯૪૮ જાન્યુઆરી      ૧૪ (દિલ્હી) ગાંધીજીના ઉપવાસ ચાલુ હતા ત્યારે, "ગાંધીને મરવા દો", "ખૂનનો બદલો ખૂનથી લઈશું", એ પ્રકારના પોકારો સાંભળી જવાહરલાલે કહ્યું, "કોણ કહે છે ગાંધીને મરવા દો; આવો, પહેલાં મને મારો." 
  ૧૯૪૮ જાન્યુઆરી     ૨૦ (દિલ્હી) બિરલા હાઉસમાં પ્રાર્થના-સભામાં બોમ્બનો ધડાકો થયો. 
  ૧૯૪૮ જાન્યુઆરી    ૩૦ (દિલ્હી) બિરલા હાઉસમાં સાંજે પ્રાર્થના-સ્થળે જતાં હતા ત્યારે છત્રીસ વર્ષના મરાઠા હિંદુ યુવક નથુરામ વિનાયક ગોડસેએ ત્રણ ગોળીઓ મારી. ત્રીજી ગોળી વાગતાં જ "હે રામ" બોલી ઢળી પડ્યા.

 

GoUp